ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતના ઘણા બધા કુટુંબો ઘર વગરના છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તો ચાલો આજે આપણે આ આર્ટીકલ દ્વારા જાણીશું કે આ યોજનાનો હેતુ શું છે આ યોજના અંગેના નિયમો શું છે શરતો શું છે કોણ કરી શકે છે મકાન શા માટે અરજી અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતો આજના આર્ટીકલ દ્વારા મેળવીશું
આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આપણા ગુજરાતમાં ઘણા કુટુંબો ને પોતાનુ મકાન નથી તેમ જ ઘણા કુટુંબોને રહેવા માટે પાકા મકાનો પણ નથી એટલા માટે આપણી રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકોને પાકું મકાન આપવા માટે યોજના બહાર પાડી છે જેનું નામ છે આંબેડકર આવાસ યોજના આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કુટુંબદીઠ એક લાખ 20 હજારની સહાય આપવામાં આવે છે આ સહાય કુલ ત્રણ હપ્તા માપવામાં આવતી હોય છે. આ યોજના મકાન વગરના કુટુંબો માટે આશીર્વાદરૂપ બની રહી છે હવે આપણે જાણીશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું? કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને અરજી માટેની પ્રક્રિયા શું છે
ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ Ambedkar Awas Yojana
ચાલો આપણે જાણીએ આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા વર્ગના અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વગરના લોકોને સમયસર કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પૂરો પાડવાનો છે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા વાળાનું માટીનું મકાન ધરાવતા હોય જેને રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકી સંમતિથી પ્રથમ માળ બાંધવા માટે રૂપિયા 1,20,000 3 હપ્તોમાં સહાય ચૂકવવામાં આવે છે
- પ્રથમ હપ્તામાં રૂપિયા 40,000 ચૂકવવામાં આવે છે
- બીજા હપ્તામાં ₹60,000 મળે છે
- ત્રીજામાં ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર લાભ Ambedkar Awas Yojana Check Status
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ વિશે જાણીએ તો મિત્રો ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બાંધવા માટે આ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે
ડોક્ટર આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા નો લાભ લઈ શકે છે
લાભાર્થી મનરેગા હેઠળ આવાસ બંધ કામ માટે રોજગારી મેળવી શકે છે જેમાં કુલ રૂપિયા 17,910 ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે
શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો લોકોએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા નગરપાલિકા મેળવી શકે છે
ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના પાત્રતા ના માપદંડો Ambedkar Awas Yojana Check Status
- લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા રહેવા લાયક ન હોય તેવું કાચું ગાળા માટેનું જર્જરીત મકાન હોવું જોઈએ
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અને ઘર વગરના લોકો જ લઈ શકે છે
- અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલ ભોઇએ મકાન હોય તેના પ્રથમ મારું પ્રત્યેના પુખ્ત વય પુત્ર
- અથવા ભાઈ જમીન માલિકીની સંમતિથી ઉપરના માણસ મકાન માળે તો તેને પણ આયોજન લાભ મળી શકે છે
- લાભાર્થી દ્વારા અથવા અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ
- ડોક્ટર આબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ ન થાય તેથી બાકીની રકમ લાભ આપીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે
- ગ્રામ્ય વિસ્તારની આવક 600000 થી વધારે ન હોવી જોઈએ
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ
ડોક્ટર આંબેડકર આવાસ યોજના જરૂરી ડોક્યુમેન્ટ Ambedkar Awas Yojana Check Status
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- જમીન માલિકી નો આધાર અથવા દસ્તાવેજ
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
- પતિના મરણ નો દાખલો
- જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા ધરાવતા નકશાની નકલ
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચીઠી
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ
આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે કરશો અરજી?
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારે આંબેડકર આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- ત્યાર પછી ન્યુ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે
- ત્યારબાદ બધી જ માહિતી સંપૂર્ણ સચોટ ભરીને બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી મોબાઇલમાં આઇડી અને પાસવર્ડ આવશે તેનાથી તમારે લોગીન કરવાનું રહેશે
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી બધી માહિતી ભરવાની રહેશે
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે તમારે અરજી સેવ કરવાની રહેશે
- અરજી સેવ કર્યા બાદ અરજી સબમીટ કરવાની રહેશે
- અરજી સબમીટ કરશો એટલે તમારા મોબાઇલમાં અરજી નંબર આવી જશે
- ત્યારબાદ અરજીની પ્રિન્ટ આઉટ કરવાની રહેશે