ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા બધા કુટુંબ ઘર વગરના છે તેઓને પોતાનું આવાસ નથી અને તેઓ રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે ત્રણ પ્રકારના હપ્તામાં આવતી સહાય યોજના છે તો ચાલો આપણે આલેખ દ્વારા જાણીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આ યોજના અંગેના નિયમો શું છે શરતો શું છે આ મકાન સહાય માટે કેવી રીતે અરજી કરવી? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું
ગુજરાતના ઘણા કુટુંબો ઘરવિહોણા છે અને તેઓ પાસે પાકું રહી શકાય તેવું મકાન નથી તેથી રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે આ સહાય ત્રણ પ્રકારના હપ્તામાં આપવામાં આવતી હોય છે તો આજના આર્ટીકલ દ્વારા અમે તમને આંબેડકર આવાસ યોજના શું છે ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? ડોક્યુમેન્ટ કયા કયા જોશે જેની સંપૂર્ણ માહિતી તમને આપીશું
ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનું હેતુ શું છે?
ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનું મુખ્ય હેતુ જાણીએ આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના અને આર્થિક રીતે ગરીબ સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયસર કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ ની સહાય પૂરી પાડવાનું છે જે વ્યક્તિઓ ખુલ્લો અપલોડ ધરાવતા હોય તદ્દન કાચું અને ગારા માટેનું ઘાસપુરાનું કુબા ટાઈપનું પણ મકાન ધરાવતા હોય કે જેને રહેતા યોગ્ય ન હોય તે મકાન ધારનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર બનાવવા માટે રૂપિયા એક લાખ 20000 ની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જે પૈકી પ્રથમ હપ્તો ₹40,000 નો બીજો હપ્તો ₹60,000 નો અને ત્રીજો 20,000 નો આપવામાં આવે છે
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર લાભો? DR. Aambedekar Aawas Yojana
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર લાભ વિશે જાણવા જઈએ તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બાંધવા માટે આ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે
- આ ડોક્ટર આંબેડકર આવાસ યોજના મા લાભાર્થીને પ્રથમ હપ્તામાં રૂપિયા 40,000 ની સહાય આપવામાં આવે છે
- ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના બીજા હપ્તા પેટે ₹60,000 ની સહાય આપવામાં આવે છે
- ડોક્ટર આંબેડકર આવાસ યોજના રૂપે 20 હજારની સહાય આપવામાં આવે છે
- લાભાર્થી મનરેગા હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસ ની બેન કુશળ રોજગારી મેળવી શકે છે જેમાં કુલ રૂપિયા 17,910 ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાય છે
- સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12000 ની સહાય આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી ને મળી શકશે
ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના પાત્રતાના માપદંડો
DR. Aambedekar Aawas Yojana
- આ યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી ફક્ત અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ
- લાભાર્થી દ્વારા અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ નહીં થાય તેથી બાકીની રકમ લાભાર્થી પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે - આ યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી ઘર વિહોણા હોવા જોઈએ
- અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામ હાલતળિયા મકાન હોય તેના પ્રથમ માળ પર તેના પુત્ર અથવા ભાઈ જમીન અથવા મકાન માલિકની સંમતિથી ઉપરના માળ પણ મકાન બાંધે તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે
- શૌચાલય માટે તેમને 12000 ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવા પાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શોચાલય માટે સહાય ન મળવા પાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂપિયા 1,20,000 ની સહાય માંથી શૌચાલય બનાવવાનું રહેશે
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 6 લાખ થી વધારે ન હોવી જોઈએ
- લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા રહેવા લાયક ન હોય તેવું કાચું ગાળા માટેનું ઘાસ પુરાનું મકાન હોવું જોઈએ
ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગેના નિયમો અને શરતો શું છે?
DR. Aambedekar Aawas Yojana
- ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના નિયમો અને શરતો અને તેની પાત્રતા જાણીએ આંબેડકર આવાસ યોજનામાં લાભ લઈને લાભાર્થી દ્વારા અથવા લાભાર્થી ના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમૃત કોઈ અન્ય આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ
ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹6,00,000 થી વધારે ન હોવી જોઈએ - મકાનની સહાયની રકમ રૂપિયા 1,20,000 રહેશે વધુમાં શૌચાલય માટે 12000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવા પાત્ર થશે પરંતુ જો લાભાર્થી શૌચાલય માટે ન મળવા પાત્ર હોય તો તેમને ફરજિયાત રૂપિયા 1,20,000 ની સહાય માંથી શૌચાલય બનાવવાનું રહેશે
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂપે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં સાત લાખની રહેશે શહેરી વિસ્તારમાં હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે
- મકાનના પ્રથમ હપ્તાની ચુકવણી જે વર્ષથી થાય તે પછીના બે વર્ષ સુધીમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ
જરૂરી દસ્તાવેજો
DR. Aambedekar Aawas Yojana
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- રહેઠાણનું પુરાવો
- જમીન માલિકીનો આધાર દસ્તાવેજ
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
- પતિના મરણ નો દાખલો
- જેની ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની નકલ
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચીઠી
- સ્વ ઘોષણા પત્ર
- કઈ જગ્યાએ બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
DR. Aambedekar Aawas Yojana
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઈટમાં જવું પડશે
- ત્યારબાદ ન્યુ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરીને નવો એકાઉન્ટ બનાવવાનું રહેશે
- બધી જ માહિતી ભરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારા મોબાઇલમાં આઈડી પાસવર્ડ આવશે તેનાથી તમારે લોગીન કરવાનું રહેશે
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે જેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમામ માહિતી ભરવાની રહેશે
- તમામ માહિતી ભર્યા પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે અરજી સેવ કરવાની રહેશે
- અરજી સેવ કર્યા બાદ અરજી સબમીટ કરવાની રહેશે
- અરજી સબમીટ કરશો એટલે તમારા મોબાઇલમાં અરજી નંબર આવી જશે ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે.