મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જાણો

gyan sadhana scholarship registration 2024 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024  જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તેમના માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં રજીસ્ટ્રેશન કરી શકે છે અને સ્કોલરશીપ નો લાભ મેળવી શકે છે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઇન નોંધણી તા. ૧૬/૦૭/૨૦૨૪ થી તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધી કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓએ http://gssyguj.in વેબસાઇટ પર જઇને ઓનલાઇન નોંધણી કરવાની રહેશે.

જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ 2024 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મેરીટ લીસ્ટ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 2024 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મેરીટ લીસ્ટ જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 2024

આ પણ વાંચો 

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2024 gyan sadhana scholarship registration 2024

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મેરિટ-આધારિત શિષ્યવૃત્તિ છે. જે વિદ્યાર્થીઓ ગુજરાતના સ્થાયી નિવાસી છે અને 9 થી 12 સુધી અભ્યાસ કરે છે, તેઓને શિષ્યવૃત્તિ મળશે તેમજ વિદ્યાર્થીઓએ 80% હાજરી જાળવવી પડશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ હાજર રહેવું આવશ્યક છે.

યોજનાનું નામ સીએમ જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે રાજ્ય શિક્ષણ બોર્ડ, ગુજરાત સરકાર
લાભો ₹25,000 સુધી
એપ્લિકેશન મોડ ઓનલાઈન
એપ્લિકેશન શરૂ થાય છે તા. ૧૬/૦૭/૨૦૨૪
છેલ્લી તારીખ તા. ૩૧/૦૭/૨૦૨૪
પરીક્ષા તારીખ
પરિણામ સ્થિતિ
સત્તાવાર વેબસાઇટ https://sebexam.org
સંપર્ક નં. +91-79-23973636

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની રકમ

  • જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ગ 9/10 અને વર્ગ 11/12 માટે અનુક્રમે ₹20,000 અને ₹25,000 ફાળવવામાં આવેલી રકમ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 રજીસ્ટ્રેશન gyan sadhana scholarship registration 2024

  • વેબસાઇટ પર જાઓ: http://gssyguj.in પર જઈને વિદ્યાર્થી નોંધણીની લિંક પર ક્લિક કરો.
  • આધાર કાર્ડની વિગતો દાખલ કરો: તમારો ૧૮ અંકનો આધાર કાર્ડ નંબર (CTS આઈડી) દાખલ કરીને સર્ચ કરો. તમારું નામ, જન્મ તારીખ અને
  • મોબાઇલ નંબર આપોઆપ દેખાશે. જો કોઈ ભૂલ થાય તો રિસેટ કરીને ફરીથી દાખલ કરો.
  • મોબાઇલ નંબરની પુષ્ટિ: જો તમારો મોબાઇલ નંબર ખોટો હોય તો અહીં સુધારો કરી શકો છો. જન્મ તારીખમાં સુધારો કરી શકાશે નહીં.
  • OTP વેરિફિકેશન: તમારા મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરીને પાસવર્ડ સેટ કરો.
  • લોગિન: તમારો આધાર નંબર અને પાસવર્ડ દાખલીને લોગિન કરો.
  • વ્યક્તિગત માહિતી ચકાસો: તમારી વ્યક્તિગત માહિતી જેવી કે જન્મ તારીખ, જાતિ, કેટેગરી વગેરે ચકાસો અને જરૂરી સુધારા કરો.
  • વતન અને શાળાની વિગતો: તમારું વતન (જિલ્લો અને તાલુકો) અને ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરેલી શાળાનો પ્રકાર પસંદ કરો.
  • RTE હેઠળ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે: જો તમે RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તો સંબંધિત કેટેગરી પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ધોરણ 9 માં પ્રવેશ: ધોરણ 9 માં કઈ શાળામાં પ્રવેશ લીધો છે તેની વિગતો દાખલ કરો.
  • દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 મહત્વની નોંધ:

  • ફોર્મ સબમિટ કર્યા પછી કોઈ સુધારો કરી શકાશે નહીં.
  • એકવાર ફોર્મ સબમિટ કર્યા પછી તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો.
  • નોંધણી વગર લોગિન કરી શકાશે નહીં.
  • એક જ વખત નોંધણી કરી શકાશે.
  • સ્પષ્ટ વંચાય તેવા દસ્તાવેજો અપલોડ કરવા.

Leave a Comment