ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી ચલાવવામાં આવી રહી છે ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરીમા યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન ડોક્ટર આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનું મામેરુ યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને કુંવરબાઈનું મામેરુ યોજના વિશે તમામ માહિતી જણાવીશું
ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેવા દીકરીના લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં મૂકવામાં આવે છે જેમાં દીકરીના નવા સુધારેલ દર પ્રમાણે ૧૨ હજાર રૂપિયા ની સહાય મળવાપાત્ર છે
મિત્રો આજના લેખમાં આપણે જાણીશું કુંવરબાઈનુ મામેરુ ના નિયમો અને શરતો શું છે યોજનાનું હેતુ શું છે અરજી કઈ રીતે કરવી આ યોજના માટેના ડોક્યુમેન્ટ વગેરેની માહિતી આજના લેખ દ્વારા મેળવીશું તો આ લેખને ધ્યાનપૂર્વક શાંતિથી વાંચવા વિનંતી Kuvarbai nu mameru yojana details in gujarati
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કુંવરબાઈનું મામેરુ યોજનાનો સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિદ્ધિ આર્થિક રીતે મદદરૂપ થવાનું ઉદ્દેશ્ય છે લગ્ન થયેલી દીકરીઓને સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે કુવરબાઈનું મામેરુ યોજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની કન્યાઓને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભા રૂમ આવે છે આ યોજનામાં લાભાર્થી દિઠ ₹12,000 ની સહાય આપવામાં આવે છે
કુવરબાઈનુ મામેરુ યોજનાનો ઉદ્દેશ્ય Kuvarbai nu mameru yojana details in gujarati
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગરીબ વર્ગની તન્યાના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પુખ્ત વયની બે કન્યા ના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરુ યોજના હેઠળ સુધારેલા દર મુજબ રૂપિયા 12000 ની સહાય ચૂકવવામાં આવશે
કુવરબાઈનુ મામેરુ યોજના માટેની પાત્રતા Kuvarbai nu mameru yojana details in gujarati
- લાભાર્થી ગુજરાત રાજ્યના મૂળ વતની હોવું જોઈએ
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ
- એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- લગ્નના કિસ્સામાં આ યોજનામાં લાભ મેળવી શકશે વિધવા પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મેળવી શકશે
- કન્યા ના લગ્ન બાદ બે વર્ષ સમય મર્યાદામાં કુંવરબાઈનુ મામેરુ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે
- સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનુ મામેરુ યોજનાની સહાય મળવા પાત્ર છે
- સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજનાનું તમામ
- શરતો કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મળવા પાત્ર રહેશે
કુંવરબાઈનુ મામેરુ યોજના ના મળવા પાત્ર લાભો
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા ડીબીટી મારફતે અગાઉ ₹10,000 ની સહાય ચૂકવવામાં આવતી હતી જે સહાયની રકમમાં સુધારો કરેલ છે
જે કન્યાએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તેવા દંપત્તિને કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ 12,000 ની સહાય મળવાપાત્ર છે
જય કન્યાએ 1 4 2021 પહેલા લગ્ન કરેલ દંપત્તિ ને જુના ઠરાવ પ્રમાણે 10,000 ની સહાય મળવાપત્ર છે
જરૂરી દસ્તાવેજો Kuvarbai nu mameru yojana details in gujarati
- આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણી કાર્ડ
- કન્યા ના પિતા નું આધારકાર્ડ
- કન્યાનો જાતિ નો દાખલો
- યુવકનો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- કન્યા ના પિતા નો વાર્ષિક આવક નો દાખલો
- કન્યા ની જન્મ તારીખ નો આધાર પ્રમાણપત્ર
- યુવક નું જન્મ પ્રમાણપત્ર
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક ની નકલ
- કન્યા ના પિતા નું એકરારનામુ
- કન્યા ના પિતાનું બાહેંધરી પત્રક
કુંવરબાઈનુ મામેરુ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
કુવરબાઈનુ મામેરુ યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને કરી શકો છો
- સૌપ્રથમ તમારે કુંવરબાઈનુ મામેરુ યોજનાની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાત લો
- જો તમે નવા યુઝર્સ છો તો તમારે પણ સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન ના વિકલ્પ પર ક્લિક કરીને તમારું રજીસ્ટ્રેશન કરી લો
- ત્યાર બાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસપોર્ટ વડે લોગીન કરી લો
- ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી માહિતી સચોટ રીતે ભરવાની રહેશે
- ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો
- ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ત્યારબાદ અરજી ને કન્ફર્મ કરો
- અંતે અરજીની પ્રિન્ટ આઉટ લો