અનુસૂચિત જાતિની અને ઓબીસી કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય જાણો

ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં તેનો ઉપયોગ કરી શકાય છે
ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના જાહેર કરવામાં આવી છે કુંવરબાઈનુ મામેરુ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્નના 12,000 રૂપિયાનો લાભ આપે છે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કુંવરબાઈનું યોજના નો સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારને સિદ્ધિ આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે લગ્ન કરી લે દીકરીઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે કુંવરબાઈનું મામેરુ યોજના અનુસૂચિત જાતિની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓની લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે

કુવરબાઈનુ મામેરુ યોજનાનું હેતુ Kuvarbai Nu Mameru Yojana

રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના દ્વારા દીકરીઓના જન્મ અને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલમાં મૂકેલી છે

કુવરબાઈનુ મામેરુ સહાય યોજના પાત્રતા Kuvarbai Nu Mameru Yojana

  1. સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જરૂરી છે
  2. આ સુવિધા તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકાય છે
  3. કુટુંબની બે પુખ્ત વયની કન્યા લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે
  4. કન્યા ની ઉમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  5. ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ અને શેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધારે ન હોવું જોઈએ
  6. જો કોઈ કન્યાના પુનઃલગ્ન થાય તો લાભ લઈ શકશે નહિ
  7. લગ્ન થયાના બે વર્ષની અંદર માટે અરજી કરવાની રહેશે
  8. સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરુ યોજનાની સહાય મળવા પાત્ર થશે

જરૂરી દસ્તાવેજો Kuvarbai Nu Mameru Yojana

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યા ના જાતિ નો દાખલો
  • યુવકનો જાતિનો દાખલો
  • કન્યાના પિતા અથવા વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યા ના જન્મ તારીખ નો આધાર
  • યુવકના જન્મ તારીખ નો આધાર
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની પ્રથમ પેજ ની નકલ
  • કન્યા ના પિતા અથવા વાલીનું એક રાર
  • કન્યા ની ચૂંટણી કાર્ડ
  • કન્યા ના પિતા અથવા વાલી નું બાહેંધરી પત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Kuvarbai Nu Mameru Yojana

રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરીમાં વારંવાર ન જવું પડે તેથી ઓનલાઇન પોર્ટલની સુવિધા કરેલી છે કુવરબાઈનુ મામેરુ યોજનાનું નાગરિક કોને આપવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

  1. સૌપ્રથમ google સર્ચમાં જઈને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. Google સર્ચ રીઝલ્ટ માં સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે
  3. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલ નથી તો new user please register here રજીસ્ટરની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે
  4. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ હોટલમાં સિટિઝન લોગીન પર ક્લિક કરીને લાભાર્થી પોતાનું પર્સનલ પેજ ખુલવાનું રહેશે
  5. લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલું હોય તે મુજબ યોજનાઓ ઇ સમાજ કલ્યાણ માં લોગીન બતાવતી હશે
  6. ઓનલાઇન ફોર્મ માં તમામ માહિતી મળ્યા પછી સબમિટ કરવાનું રહેશે
  7. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી એક નંબર આવશે જે સાચવીને રાખવાનો રહેશે
  8. ઓનલાઇન અરજીના આધારે અપલોડ ડોક્યુમેન્ટ માં જઈને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  9. તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે
  10. છેલ્લો અરજી કન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.

Leave a Comment