દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ મુકાશે lic ની આ યોજના જાણો કેવી રીતે

ભારતીય વિમા કંપનીએ રોકાણ માટે અનેક પોલીસી બનાવે છે જે દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે જેથી બધા લોકો તેનો લાભ લઈ શકે છે જેમાં સરળ પેન્શન યોજના એલઆઇસી જીવન ઉમંગ પોલીસી વગેરે જેવી પોલીસ ચાલી રહી છે આજના આર્ટીકલમાં આપણે એલઆઇસી કન્યાદાન પોલીસની વિશેની માહિતી મેળવીશું

જો તમે તમારી પુત્રીના લગ્ન વિશે ચિંતિત છો તો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તમારા માટે એક નવી યોજના લાવી છે તમારી ચિંતા અને દૂર કરી શકે છે કન્યાદાન પોલીસી કે જે તમને તમારી પુત્રીના લગ્ન સુધી મોટી રકમ આપી શકે છે પરંતુ આ માટે તમારે દરરોજ થોડી થોડી બચત કરવી પડશે આ એલ આઈ સી પોલીસી ખાસ કરીને માત્ર દીકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવી છે તેથી પોલીસીને એલઆઇસી દ્વારા કન્યાદાન પોલીસી નામ આપવામાં આવ્યું છે ચાલો જાણીએ આ એલ.આઇ.સી કન્યાદાન પોલીસી ની વિશેષતા

હવે lic એક યોજના શરૂ કરી છે જે પરિવારોને તેમની પુત્રીઓના ભાવિક ખર્ચ માટે આર્થિક રીતે મદદ કરે છે lic કન્યાદાન પોલીસી એ તમારી પુત્રીના ભવિષ્ય માટે ઉત્તમ નાણાકીય કવરેજ છે જે અન્ય યોજનાઓની તુલનામાં એક અનોખી યોજના છે જે તમારી પુત્રી ના લગ્ન અને શિક્ષણ માટે ભાવિ ખર્ચ માટે બેકઅપ ફંડ બનાવી શકે છે કન્યાદાન પોલીસી એક અનોખી યોજના અને વીમા ક્ષેત્રની એકમાત્ર યોજના છે તે આ કર્યાના પોલીસી માતા-પિતાના મૃત્યુના કિસ્સામાં બાળકીની જરૂરિયાતોને નાણાકીય સહાય આપે છે

કોણ લઈ શકે છે આ પોલીસી

આ પોલીસી હેઠળ વયમર્યાદા નક્કી કરવામાં આવે છે જો તમારી દીકરી એક વર્ષની છે અને તમારી ન્યુનત 30 વર્ષની છે તો તમે પોલીસી લઈ શકો છો આ એલઆઇસી કન્યાદાન પોલીસી 25 વર્ષની યોજના છે જ્યાં તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે ઉપરાંત આ પોલીસીની વિવિધ ઉંમરે પ્રીમિયમ વધારીને આ યોજનાનો લાભ આપે છે

આ પોલીસી ઓછી અને વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે આમાં નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષા ની ખાતરી કરવામાં આવે છે આમાં જો તમે દરરોજ 121 રૂપિયા જમા કરો છો તો તમને 27 લાખ રૂપિયા મળશે આ એલઆઇસી કન્યાદાન પોલીસીની સૌથી મહત્વની વાત એ છે કે આ પ્લાન 25 વર્ષ માટેનો છે પરંતુ તમારે પ્રીમિયમ 22 વર્ષ માટે જ ચૂકવવું પડશે પોલીસીની મધ્યમાં વીમાધારક નું મૃત્યુ થવાના કિસ્સામાં પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં તે જ સમયે પુત્રીને પોલીસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે વીમા રકમના 10% બોર્ડ છે

એલ.આઇ.સી કન્યાદાન યોજનાનો ઉદેશ્ય

આ યોજના દ્વારા માતા પિતા પોતાની દીકરીના જન્મથી જ તેના ભવિષ્ય માટે આર્થિક રીતે તૈયાર કરી શકે છે નિયમિત રીતે નાની રકમ રોકાણ કરીને તેઓ દીકરીના લગ્ન સમયે એક મોટી રકમ નક્કી કરે છે આ રકમનો ઉપયોગ દહેજ લગ્નના ખર્ચ અથવા દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે કરી શકાય છે
આ યોજના માત્ર લગ્ન સુધી મર્યાદિત નથી દીકરીના ભવિષ્યમાં આવતી કોઈપણ આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે પણ આ યોજના ઉપયોગી છે
દીકરી ના લગ્ન સંબંધિત આર્થિક ચિંતાઓ માતા પિતાને ખૂબ પરેશાન કરે છે આ યોજના દ્વારા માતા પિતા આવી ચિંતાઓથી મુક્ત થઈ શકે છે અને તેઓ પોતાની દીકરીના લગ્નને શાંતિથી અને ખુશીથી ઉજવી શકે છે
દહેજ પ્રથા અને નાબૂદ કરવામાં અને દીકરીઓ પ્રત્યે સમાજનું વલણ બદલવામાં પણ આ યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી યોજના ના લાભ

  • આ યોજના સાથે પુત્રીનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત છે એકવાર પોલિસી પરિપક્વતા પર પહોંચે શ્રેણીને પૂર્વ નિર્ધારિત રકમ પ્રાપ્ત થશે જેનો ઉપયોગ શિક્ષણ અને લગ્ન અન્ય નાણાકીય જરૂરિયાતો જોવા માટે કરી શકાય છે
  • આ યોજના પુત્રીના શૈક્ષણિક ખર્ચ માટે નાણાકીય પ્રદાન કરે છે અને પિતા અકસ્માતમાં મૃત્યુ પામે તો ફક્ત લાભનો સમાવેશ કરે છે પુત્રીના શિક્ષણ માટે વધારાના ભંડોળ પણ પૂરા પાડે છે
  • આ યોજના દીકરીના લગ્ન ખર્ચ માટે નાણાકીય સહાય આપે છે એકવાર યોજના તેની અંતિમ તારીખે પહોંચી જાય પુત્રીને તેના લગ્નના ખર્ચ માટે નિયુક્ત ભંડોળ પ્રાપ્ત થાય છે
  • આ યોજનામાં રોકાણ કરવા પર લાભ છે આ યોજના પર કરલા 80 C હેઠળ આવે છે જેના દ્વારા રોકાણ કરેલ રકમ પર કપાત મેળવી શકાય છે

એલ.આઇ.સી કન્યાદાન યોજનાની પાત્રતા

જો તમે પણ એલઆઇસી કન્યાદાન પોલીસી માટે અરજી કરવા માંગો છો તો અરજદાર અને તેનો પરિવાર ભારતનો વતની હોવો જરૂરી છે
તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 18 વર્ષથી વધુમાં વધુ 50 વર્ષના હોવા જોઈએ

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવક નું પ્રમાણપત્ર
  • ઓળખ પ્રમાણપત્ર
  • યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • પ્રથમ પ્રીમિયમ ચુકવણી પદ્ધતિ
  • જન્મનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ તમારી દીકરીના કોઈ પણ ભવિષ્ય માટે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા લાવવામાં આવેલી એલઆઇસી કન્યાદાન પોલીસી યોજના માટે અરજી કરવા માંગો છો તો આ માટે તમારે ઓફલાઈન અરજી પ્રક્રિયાને અનુસરવી પડશે

  • આ યોજનામાં ભાગ લેવા માટે તમારી નજીકની એલઆઇસી શાખા અથવા લાઇસન્સ પ્રાપ્ત એજન્ટ નો સંપર્ક કરવાનો રહેશે
  • તમે તેમની પાસેથી lic ની કન્યાદાન પોલીસી વિશેની વ્યાપક માહિતી મેળવી શકો છો
  • તે સંબંધિત અધિકારી તમારી આવક મુજબ તમને માહિતી આપશે અને તમે તેમાંથી યોજનાની પસંદગી કરી શકો છો
  • હવે તેમના દ્વારા મંગવામાં આવેલ તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે
  • આ યોજના માટે અરજી ફોર્મ હવે lic એજન્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવશે
  • તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને lic કન્યાદાન પોલીસિંમાં સરળતાથી નોંધણી કરાવી શકો છો

Leave a Comment