Namo Saraswati Vigyan Sadhana Yojana: ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં 50% મેળવેલ વિધાર્થીઓને 25,000 સ્કોલરશીપ આપવામાં આવશે

Namo Saraswati Vigyan Sadhana Yojana: ગુજરાત સરકારની સ્કોલરશીપ યોજનાઓ તમને તમારા સપનાઓ પૂરા કરવામાં મદદ કરશે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને આગળ વધારવા માટે ઘણી બધી શૈક્ષણિક યોજના બહાર પાડવામાં આવે છે. ગુજરાતમાં વ્હાલી દીકરી યોજનાના નમુ લક્ષ્મી યોજના જેવી ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને સાથે સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ ને લગતી પણ યોજના બહાર પાડવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા હમણાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જેમાં સારો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000ની સ્કોલરશીપની સહાય આપવામાં આવે છે. આ યોજનામાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ લઇ શકે છે આજે આ આર્ટિકલમાં અમે તમને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે વિગતવાર માહિતી આપીશું.

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024 અને 2025 માં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 જાહેર કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો 

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા । Namo Saraswati Vigyan Sadhana Yojana Eligibility 

જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં 50% તે કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આ સહાય મળવાપાત્ર છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ધોરણ 10માં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • વિદ્યાર્થીએ ધોરણ 11 ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલું હોવું જોઈએ
  • વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક 6 લાખથી ઓછી હોવી જોઈએ

ઉપરની લાયકાતો ધરાવતા હોય તો મળવા પાત્ર સ્કોલરશીપ

આ યોજનામાં પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 25000 ની સહાય આપવામાં આવશે.

  • આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11 માં 10,000 ની સહાય અને ધોરણ 12 માં 15000ની સહાય એમ કુલ 25000 ની શૈક્ષણિક સહાય આપવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 20,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે તેમજ બાકીના 5000 રૂપિયા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટ https://gujaratindia.gov.in/state-profile/govt-department.htm

Leave a Comment